કર્મ
તમારામાંથી દરેક વિચારતા હશે, ભવિશ્ય વિશે, ઈચ્છાઓ વિશે, મુશ્કેલીઓ વિશે. બંધ કરો વિચારવાનું. પેપર અને પેન પકડો. પકડો! અત્યારે જ. લખો.
તમારી ઈચ્છા ભવિશ્ય માટે, મુશ્કેલીઓ અત્યારની અને પછી દરેક ઇચ્છા. પાછલ 'કેમ?' સવાલ લગાડો. જવાબ મલ્યો? તેની પાછલ પણ "કેમ?" સવાલ લગાડો. લગાડો...
છેક છેલ્લો જવાબ આ મલવો જોઇએ "ખુશી માટે". જો આ જવાબ નથી તો તે ઈચ્છા નથી. કાં તો તે જરૂરીયાત છે, કાં તો મજબુરી અથવા તો તે બીજા દ્વારા ભરમાઈ જવાથી થયેલ ઈચ્છા છે.
મુશ્કેલીઓ જુવો હવે. કેટલીક એવી છે જેનુ કંઈ નહિ થાય. તેને સાઈડ કરો. કેટલીક જે નાના કીકલા જેવી છે સાઈડ કરો એને. હવે લાગી જાઓ. બાકીની મુશ્કેલીઓ દૂર કરવા. અશક્ય મુશ્કેલીઓ તો એમે સાઈડ થઈ ગઈ હવે બાકી વિશે વિચારવાનુ છોડી લાગી જાઓ એને દૂર કરવાના કામમાં.
ઘણી મુશ્કેલી દૂર કરવા કંઈ કરવાનુ હોતુ નથી બસ વિચાર કરવાનુ છોડી એને ભુલવાનુ હોય છે તો કેટલીક વખત જરા અલગ રીતે વાત સમજવાની હોય છે પણ બાકી સમયે તો તે દૂર કરવા કામ જ કરવુ પડે વિચારવાથી કંઈ ના થાય.
હવે કહેશો પેલી ઈચ્છા લખીને એનુ શું કરવાનુ છે? જેની પાછલ બહુ બધા "કેમ?" લગાડાવ્યા હતા.
તો તે ઈચ્છાઓમાંથી સ્વસ્થ રહેવાની, પરિવારની જરૂરિયાત પુરી કરવાની (જેમાં તમે પણ છો.) અને અંતે ખુશ રહેવાની જે આમ તો પહેલી હોય ઈચ્છાઓ રાખી બાકી બધી થોડા ટાઈમ માટે ભુલી જાઓ.
હવે ખુશ કેવી રીતે રહેવું? તો અંદરથી. પણ એ નથી થતું. તો પ્રયત્ન શરૂ કરો કારણ કે અંતે તો એ સમજશો જ કે દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું એ છે તો આપણું જ કામ પણ બસ પ્રયત્ન ના કર્યો અને ઘણુ મોટુ જીવન દુ:ખી થઈને કાઢી નાખ્યું.
ખુશી તો સવારે ચાલવાથી અને ત્યારે દરેક સામે આવતી વ્યક્તિને સ્મિત .આપ.
આથી પણ મલી શકે છે. અને સ્કુલ, કોલેજના ભણતર, નોકરી કે ધંધાના કામને પડકાર ગણવાના બદલે એક સામાન્ય કામ ગણીને શાંતિથી સરસ રીતે પુરુ કરવાથી પણ મલી શકે છે. અને ના પુરુ થાય કે સરખુ ના થાય તે પણ પ્રયત્ન કર્યાની ખુશી મલી શકે છે.
બાકી કોઈ એક દિવસ ચમત્કાર થશે ભવિશ્યમાં અને બધુ બદલાઈ જશે એમ વિચાર કરવાથી કશું નહિ મલે માટે થોડુ વિચારવાનું ઘટાડીને કામે લાગો જીવન આપોઆપ સાર્થક થઈ જશે.
Comments
Post a Comment