CAN I DO ANYTHING?


હા તો પછી કેમ હું જે કરવા માંગું છું તે નથી કરી શકતો કારણકે આપણે કંઈ કરવા માંગતા જ નથી. હા આપણે તો બસ બધું મેળવવા માંગીએ છીએ કંઈ કરવા નહીં. સાદી વાત છે પણ આપણે પણ આળસુ જ રહીએ છીએ.

નાનપણથી જ એ શીખ્યા છીએ કે કામ એટલે કંટાળો. કેટલા લોકો સ્કૂલે કંઈક નવું શીખવાની આશાએ ઉત્સાહ સાથે જતાં હતાં? કોણ કોણ એવું માને છે કે એના દ્વારા થઇ રહેલ કામથી દુનિયામાં ફરક પડે છે? કારણકે સાચે ને તો ફરક પડે જ છે. ભલે તમે માનો કે નહીં પણ કરવું કંઈ નથી અને જોઈએ છે બધું જ પણ હવે એક અગત્યની વાત. તમે આજકાલ ઘણા બધાને જોશો બોર (Bored) થતા અને ડિપ્રેશ્ડ(Depressed) રહેતા. આ બધા મહદ અંશે એ જ હશે જે આળસુ ના પીડ હશે અને સાચે ને એમને કંઈ ખાસ કરવાનું નહીં આવતું હોય. કદાચ જાણતા હશે તો કહેવા ખાતર કામ કરતા હશે તો ના બરાબર.

મેં એકવાર પ્રયોગ કર્યો. શાંતિથી બેઠો અને વિચાર્યું કે જો હું અબજોપતિ બની જવું અને એટલા બધા પૈસા મળી જાય પછી શું? મેં એને અલગ-અલગ રીતે ખર્ચ કરવાનુ વિચાર્યું. મોટુ આલિશાન ઘર બધી જ સગવડો વાળો, દુનિયા આખી ફરવાની, પાર્ટીઓ કરવાની, પોતાનો મનગમતો બિઝનેસ કરવાનો , જે મનમાં આવે તે ખાવુ, જોવું, ફરવું, પછી લગભગ હું ફક્ત એક થી બે વર્ષ જે પણ બહુ લાંબુ થઈ જાય આવું કરે રાખું પછી તો કંટાળુ જ. હું તો ખરો જ બાકી બધાની ખબર નહીં.

આ સાથે જ મને એક વાત ગાંઠ વળી ગઈ કે ગમે તેટલા આળસુ રહ્યા પણ માણસો કંટાળે છે Bore થાય છે મતલબ એમને કામ કરવું તો છે જ કારણકે કુતરા થી લઇ સિંહ સુધી ના પ્રાણીને ખાવાનું વગર મહેનતે મળે તો તે કોઈ કામ નહીં કરે પણ આપણે બહુ હતપતીયા છીએ. મને થતું આ ભૂખ ના હોત તો સારું થાત પણ પછી તરત વિચાર આવ્યો કે આ આખી દુનિયાની ભૂખ સંતોષાય એટલું અઢળક ખાવાનું દર વર્ષે ઊગે છે, બને છે પણ આપણી ઈચ્છા વધારે છે તેથી જ બધી રામાયણ છે.

હવે જો આપણે કામ કરવું છે તો કામ કરવું કેમ નથી ગમતું? સીધી વાત છે 5% લોકો ગમતું કામ કરે છે, 95% કામ ગમતું કરે છે મતલબ કે પરાણે ગમાડે છે તમે ગમતું કામ નથી કરતા પણ ગમતું કામ એટલે શું ? મને ચિત્ર દોરવું, લખવું, વાંચવું ગમે છે અને નાચવું પણ આ બધા કામ કરવા માંડું? ના. કેમ ના? હું કંઈ પણ કરી શકું છું ને? હા. તો? તો એ કે ગમે તે કામ કરી શકાય પણ એના માટે લોકો તમને પૈસા આપશે તે જરૂરી નથી. હવે કરો ગમતું કામ. અહી ડખો પડે છે. ગમતા કામથી પૈસા ના પણ મળે પરંતુ તમે એવું કેમ માની લો છો કે જે કામથી પૈસા મળે છે તે અણગમતા જ હોય છે. કારણ? કારણકે તે ફરજિયાત છે આ બહુ મોટી વાત છે જે તમારું જીવન બદલી શકે છે.

ભણવું ફરજિયાત, નોકરી ફરજિયાત, પૈસા કમાવવા ફરજીયાત,  ગાવુ અને નાચવુ !? ના એ ફરજીયાત નથી. ફરવા જવું ; બહારગામ ; એ પણ ફરજિયાત નથી તો હવે શું કરવું? એકદમ સરળ છે. જેમ નાચવા-ગાવા ફરવા ઈચ્છા હોય તો કરો છો એવી રીતે આ પણ ઈચ્છા થઈ હોય એટલે જ કરો છો એવું માની ઉત્સાહ સાથે કરો. ઉપરથી તમને કોઈ આ કામ કરતા રોકશે  પણ નહીં ઊલટાનો વાહ-વાહ કરશે અને પૈસા પણ આપશે કેવા જલસા! બોલવું સેહલુ છે પણ કરવાનું આવે તો ખબર પડે. જો એવું વિચારતા હો તો કહી દઉં પહેલા હું પણ આ વિચારતો હતો પણ જરા શાંતિથી વિચારો.

હું CA કરું છું. બહારથી બધાને લાગે છે કે CA થઈ ગયા એટલે જલસા પણ અહીં પણ કામ અઘરું જ છે પણ સીધી વાત છે કે દુનિયામાં કોઈપણ વસ્તુ એટલી કંટાળાજનક નથી હોતી જેટલી આપણે માનીએ છીએ. હવે દયાની જ વાત કરો તારક મહેતા વાળી જેઠાલાલ ની દયા. ભલે સીરીયલમાં; નકલી તો નકલી; ઘરના દરેક કામ કેટલી ઉત્સાહથી કરે છે એ. સામાન્ય ગૃહિણીને ખબર જ હશે કે સાચે ને આ કામ ઘણું કઠિન અને થકાવનારૂ હોય છે પણ તમે ગીત ગાતા ગાતા ઉત્સાહથી એક કામ કરો અથવા તો તોબડો ચડાવીને કંટાળીને કરો એ તમારા જ હાથમાં છે ને પાછું દયાને "થાક નથી લાગતો?" આ સવાલ પર એનો જવાબ કેવો! મારા ઘરના લોકો માટે કામ કરવામાં થાક  શેનો?

ફરજિયાત કરવુ પડતુ તમારું નાનકડુ કામ પણ ક્યાંક તો પડઘો પાડે જ છે નહિતર કોઈ ગાડું થોડી છે કે તમને તેના પૈસા આપે. હવે વાત રહી મોટા કામોની. તમે ગમે તેટલા નાના હો. દરેક મોટામાં મોટું કામ તમારાથી થઈ શકે જ છે. એના ઉદાહરણ જોઈએ એટલા મળશે. જો સાચે જ સમજવાની દાનત હોય તો પગ વગરના વ્યક્તિની (ચાલવાની શક્તિ ગયા બાદ) કોઈપણ કામ; ખાલી ઘરમાં ફરવું, ખાવું વગેરે જેવું પણ અઘરું હોય છે; એમાં પણ કોઈ મદદ ન હોય તો  તો પહાડ જેવું અઘરું હોય છે ત્યારે સાચેને પહાડ ચડવો એ કેટલું અઘરું હોય? એક જ શબ્દ યોગ્ય છે 'અશક્ય'. પણ એ શક્ય બન્યુ અને એકથી વધુ લોકોએ એ કરી બતાવ્યું. ઇન્ટરનેટ પર ગોતો તો બધુ મળશે અને અંતે ગીતામાં બધાથી પણ વધારે આ ત્રણ શ્લોક મળશે:

"તુ અજેય અને અમર છે" (અધ્યાય 2/ શ્લોક 20);
"હું સતત તારી સાથે જ છું" (અધ્યાય 15/ શ્લોક 15); અને
"તું નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર તારી સફળતા અને કુશળતા ની ચિંતા હું કરું છું" (અધ્યાય  9/શ્લોક 22)

હવે બાકી શું રહ્યું? પરિણામ ભલે તે પરીક્ષાનું હોય કે કામનું. પૈસા, માર્ક્સ, પ્રતિષ્ઠા વિશે વિચારવાનું છોડી પૂરી શ્રદ્ધાથી બસ ભગવાને મને આ શરીર સાથે દુનિયામાં મોકલ્યો છે; તેમણે આપ્યું છે; એવું વિચારી જે કામ કરો છો તે સરસ રીતે કરવાના પ્રયાસ કરો પછી તમારો 'યોગ' (નહી મળેલ મેળવવું) અને  'ક્ષેમ' (મળેલ નું રક્ષણ) એ ભગવાન પોતે કરે છે પછી શેની ચિંતા? શેનો કંટાળો? કરો કામ ને યાદ રાખો ભગવાનને ફળ આપવાનું છે તમારે નહીં. તમે પેપર લખો, પરીક્ષા આપો અને કેટલા માર્કસ આપવા તે ભગવાનને બરોબર ખબર છે.

Comments

Popular posts from this blog

Break up Studies

Balancing & Gratitude

Falling for Loving Life

Fear of What will people think about me

કર્મ

Hobby (Sunday Story)

Carpe Diem

Globalization is Going

Instant Success

How much Far Future you can see ?