Posts

Showing posts from June, 2018

CAN I DO ANYTHING?

હા તો પછી કેમ હું જે કરવા માંગું છું તે નથી કરી શકતો કારણકે આપણે કંઈ કરવા માંગતા જ નથી. હા આપણે તો બસ બધું મેળવવા માંગીએ છીએ કંઈ કરવા નહીં. સાદી વાત છે પણ આપણે પણ આળસુ જ રહીએ છીએ. નાનપણથી જ એ શીખ્યા છીએ કે કામ એટલે કંટાળો. કેટલા લોકો સ્કૂલે કંઈક નવું શીખવાની આશાએ ઉત્સાહ સાથે જતાં હતાં? કોણ કોણ એવું માને છે કે એના દ્વારા થઇ રહેલ કામથી દુનિયામાં ફરક પડે છે? કારણકે સાચે ને તો ફરક પડે જ છે. ભલે તમે માનો કે નહીં પણ કરવું કંઈ નથી અને જોઈએ છે બધું જ પણ હવે એક અગત્યની વાત. તમે આજકાલ ઘણા બધાને જોશો બોર (Bored) થતા અને ડિપ્રેશ્ડ(Depressed) રહેતા. આ બધા મહદ અંશે એ જ હશે જે આળસુ ના પીડ હશે અને સાચે ને એમને કંઈ ખાસ કરવાનું નહીં આવતું હોય. કદાચ જાણતા હશે તો કહેવા ખાતર કામ કરતા હશે તો ના બરાબર. મેં એકવાર પ્રયોગ કર્યો. શાંતિથી બેઠો અને વિચાર્યું કે જો હું અબજોપતિ બની જવું અને એટલા બધા પૈસા મળી જાય પછી શું? મેં એને અલગ-અલગ રીતે ખર્ચ કરવાનુ વિચાર્યું. મોટુ આલિશાન ઘર બધી જ સગવડો વાળો, દુનિયા આખી ફરવાની, પાર્ટીઓ કરવાની, પોતાનો મનગમતો બિઝનેસ કરવાનો , જે મનમાં આવે તે ખાવુ, જોવું, ફરવું, પછી લગભગ હું ફક્...